નંદલાલાને માતા યશોદાજી | Nandlala Ne Mata Yashodaji

નંદલાલાને માતા યશોદાજી સાંભરે,
મમતા ની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં
નંદલાલા ને…

હીરા માણેકના મુગટ ધરાય છે, (૨ વાર),
મોરપીંછ પાઘ મારી રહી ગઈ ગોકુળમાં
નંદલાલા ને…

તબલા સારંગીના સૂર સંભળાય છે, (૨ વાર),
નાનકડી બંસી મારી રહી ગઈ ગોકુળમાં
નંદલાલા ને…

છપ્પન ભોગના થાળ ધરાય છે, (૨ વાર),
માખણ ને મીસરી મારી રહી ગઈ ગોકુળમાં
નંદલાલા ને…

રાણી પટરાણી અહીં મહેલે સોહાય છે, (૨ વાર),
ગોપીઓ ને રાધા મારી રહી ગઈ ગોકુળમાં
નંદલાલા ને…

રાધાજીને એટલું કહેજો ઓધવજી, (૨ વાર)
અમીભરી આંખ્યું મારી રહી ગઈ ગોકુળમાં
નંદલાલા ને…

આજ શ્રેણી માં બીજા ભજન જોવા માટે નીચે ક્લિક કરો

Please click below website link to see collection of Hindi, Urdu, Gujarati Ghazal Lyrics
https://ghazallyrics.com/
નવા ભજન ના લેખિત સંગ્રહ જોવા આજે જ જોડાવો અમારી ચેનલ માં