કોઈ ના સમજ્યું ક્યારે વાગે, ચોઘડિયું કિરતારનું
હરિ ના હાથ સદા એ મોટા સમજીને જીવવાનું રે…
કાચી રે માટી નું, કોડિયું આ કાયા,
ઝબકી ઝબકીને બુજાવાનું રે…
જાનકીનો નાથ પણ, જાણી રે શક્યો નહિ
કાલે સવારે શું થવાનું… કાચી રે માટી…
તન મન ધનના તલને પીસતી
ઘાણી ઘૂમ્યા કરતી, ઘાણી ઘૂમ્યા કરતી…
તન મન ધનના તલને પીસતી
ઘાણી ઘૂમ્યા કરતી, ઘાણી ઘૂમ્યા કરતી…
હે… ભવસાગરનો નહિ ભરોસો
ઘડી ઓટ ઘડી ભરતી, હે ઘડી ઓટ ઘડી ભરતી…
હે લેણું દેણુ લખ્યું લલાટે (૨ વાર)
અહીંનું અહીં દેવાનું રે…
જાનકીનો નાથ પણ, જાણી રે શક્યો નહિ
કાલે સવારે શું થવાનું… કાચી રે માટી…
યોગ-વિયોગની રમત વિધિની
ચક્ર-ફરે સંસારનું, હે ચક્ર-ફરે સંસારનું…
યોગ-વિયોગની રમત વિધિની
ચક્ર-ફરે સંસારનું, હે ચક્ર-ફરે સંસારનું…
હે… કોઈ ના સમજ્યું ક્યારે
વાગે ચોઘડિયું કિરતારનું, હે ચોઘડિયું કિરતારનું…
હરિના હાથ સદા રે મોટા (૨ વાર)
સમજીને જીવવાનું…
જાનકીનો નાથ પણ જાણી રે શક્યો નહિ
કાલે સવારે શું થવાનું…
કાચી રે માટી નું, કોડિયું આ કાયા,
ઝબકી ઝબકીને બુજાવાનું રે…
જાનકીનો નાથ પણ, જાણી રે શક્યો નહિ
કાલે સવારે શું થવાનું… કાચી રે માટી…
