હંસલા હાલો રે હવે | Hansla Halo Re Have

હંસલા હાલો રે હવે, મોતીડાં નહી રે મળે,
આ’તો ઝાંઝવાના પાણી, આશા જુઠી રે બંધાણી
મોતીડાં નહી રે મળે…

ધીમે-ધીમે પ્રીતી કેરો દીવડો પ્રગટાવ્યો,
એને રામના રખોપે મે તો ઘુંઘટે ઓઢાડ્યો
પણ વાયરો વાયો રે ભેંકાર, માથે મેહુલાનો માર
દીવડો નહી રે બળે… મોતીડાં નહી રે મળે…

વેલો રે મોડો રે મારો સાહ્યબો પધારે,
એને કહેજો કે ચુંદડી, લાશે રે ઓઢાડે
કાયા ભલે રે બળે, માટી માટીમાં મળે
પ્રીતડી નહી રે બળે… મોતીડાં નહી રે મળે…

આજ શ્રેણી માં બીજા ભજન જોવા માટે નીચે ક્લિક કરો

Please click below website link to see collection of Hindi, Urdu, Gujarati Ghazal Lyrics
https://ghazallyrics.com/
નવા ભજન ના લેખિત સંગ્રહ જોવા આજે જ જોડાવો અમારી ચેનલ માં