નૈયા ઝુકાવી મે તો જો જે | Naiya Jukavi Me To Joje

નૈયા ઝુકાવી મે તો જો જે ડુબી જાય ના,
ઝાંખો ઝાંખો દિવો મારો જોજે રે બુઝાયના…

સ્વાર્થ નુ સંગીત ચારે કોર બાજે,
કોઇનુ કોઇ નથી આ દુનીયા માં આજે,
તનનો તંબુરો જો જે બેસુરો થાય ના,
ઝાંખો ઝાંખો દિવો…

પાપને પુણ્યેના ભેદ રે ભુલાતા,
રાગ ને દ્વેષ આજે ઘટઘટ ધુટાંતા,
જો જે આ જીવતરમાં ઝેર પ્રસરાય ના,
ઝાંખો ઝાંખો દિવો…

શ્રધ્ધાના દિવડાને જલતો જ રાખજે,
નીસદીન સ્નેહ કેરુ તેલ એમા નાખજે,
મનના મંદિરે જો જે અંધારુ થાય ના,
ઝાંખો ઝાંખો દિવો…

આજ શ્રેણી માં બીજા ભજન જોવા માટે નીચે ક્લિક કરો

Please click below website link to see collection of Hindi, Urdu, Gujarati Ghazal Lyrics
https://ghazallyrics.com/