હે જી એવા ગુણ તો ગોવિંદના ગવાણાં | He Ji Eva Gun To Govind Na Gavana

હે જી એવા ગુણ તો ગોવિંદના ગવાણાં,
(૨ વાર)
ઓ નાથ તમે તુલસીને પાંદડે તોલાણાં…
(૨ વાર)

બોડાણે બહુ નમીને સેવ્યા બોલડીયે રે બંધાણાં,
કૃપા કરીને પ્રભુજી પધાર્યા, (૨ વાર)
ડાકોરમાં દર્શાણાં… (૨ વાર)
કે નાથ તમે તુલસીને પાંદડે તોલાણાં,
હે જી એવા ગુણ તો…

ગુગળી વાટે ગોતવા ચાલ્યા તો અધવચ્ચે અટવાણાં
વાવમાં વાલોજી આપ બિરાજે, (૨ વાર)
સાન કરી સનતાણાં… (૨ વાર)
કે નાથ તમે તુલસીને પાંદડે તોલાણાં,
હે જી એવા ગુણ તો…

હેમ બરાબર મૂલ કરીને વાલ સવામાં તોલાણાં
બ્રાહ્મણને જ્યારે ભોંઠપણ આવ્યું, (૨ વાર)
ત્યારે સખીઓને વચને વેચાણાં… (૨ વાર)
કે નાથ તમે તુલસીને પાંદડે તોલાણાં,
હે જી એવા ગુણ તો…

મધ્ય ગુજરાતમાં રચી દ્વારિકા વેદ પુરાણે વંચાણાં
હરિગુરૂ વચન કહે વાણ લાખા, (૨ વાર)
જગત બધામાં જણાણાં… (૨ વાર)
કે નાથ તમે તુલસીને પાંદડે તોલાણાં…

આજ શ્રેણી માં બીજા ભજન જોવા માટે નીચે ક્લિક કરો

Please click below website link to see collection of Hindi, Urdu, Gujarati Ghazal Lyrics
https://ghazallyrics.com/