જીવન અંજલી થાજો મારું | Jivan Anjali Thajo Maru

જીવન અંજલી થાજો મારું,
જીવન અંજલી થાજો
ભૂખ્યા કાજે ભોજન બનજો,
તરસ્યાનું જળ થાજો
દિન દુઃખીયાના આંસુ લોતા, (૨ વાર)
અંતર કદી ન ધરાજો… મારું…
જીવન અંજલી થાજો…

સતની કાંટાળી કેડી પર,
પુષ્પ બની પથરાજો…
ઝેર જગતના જીરવી જીરવી, (૨ વાર)
અમૃત ઉરના પાજો.. મારું..
જીવન અંજલી થાજો…

વણ થાક્યા ચરણો મારા નિત,
તારી સમીપે જાજો…
હૈયા ના પ્રત્યેક સ્પંદને, (૨ વાર)
તારું નામ રટાજો… મારું…
જીવન અંજલી થાજો…

વમળોની વચ્ચે નૈયા મુજ,
હાલક ડોલક થાજો…
શ્રદ્ધા કેરો દીપક મારો, (૨ વાર)
નવ કદીયે ઓલવાંજો… મારું…
જીવન અંજલી થાજો…

આજ શ્રેણી માં બીજા ભજન જોવા માટે નીચે ક્લિક કરો

Please click below website link to see collection of Hindi, Urdu, Gujarati Ghazal Lyrics
https://ghazallyrics.com/