લાડો લાડી જમે રે કંસાર | Lado Ladi Jame Re Kansar

લાડો લાડી જમે રે કંસાર,
કંસાર કેવો ગળ્યો લાગે રે… (૨ વાર)

નાખે મહીં ઘી કેરી ધાર,
સંસાર પાયો ગળ્યો લાગે રે
લાડો લાડી જમે રે કંસાર,
કંસાર કેવો ગળ્યો લાગે રે…

સાસુજી શુભ સજી શણગાર,
પીરસવાને આવિયાં રે
ભીની વડી સાકર તૈયાર,
ઝારી ભરીને લાવિયાં રે…

પીરસતાં મન મલકાય,
આનંદ અંગ અંગમાં રે
ભેગા બેસી જમે વરકન્યાય
અધિક ઊંચા રંગમાં રે…

પાસે બેઠી સૈયરો બે-ચાર
તપાસ રાખે તે તણી રે
રત્ને જડ્યો બાજોઠ વિશાળ
મૂકે છે મુખ આગળ રે…

લાડો લાડી જમે રે કંસાર,
આનંદ આજ અતિઘણો રે…
લાડો લાડી જમે રે કંસાર,
કંસાર કેવો ગળ્યો લાગે રે…

લાડો લાડી જમે રે કંસાર,
કંસાર કેવો ગળ્યો લાગે રે…

આજ શ્રેણી માં બીજા ભજન જોવા માટે નીચે ક્લિક કરો