કૃષ્ણજી ના નામની તુ | Krushnaji Na Naam Ni Tu Loot

કૃષ્ણજી ના નામની તુ લૂંટ લુટીલે,
શ્રીજી ના ચરણે જઈ બેડો પાર કરીલે…

ધ્યાન ધરે એને પ્રભુ જ્ઞાન અપાવે,
ગીરીને ધરીને ગીરીધર કહાવે…
ગોકુળના નાથનું તુ નામ સ્મરીલે,
શ્રીજી ના ચરણે જઈ બેડો પર કરીલે
કૃષ્ણજી ના નામની…

દિવ્ય સ્વરૂપ આંનદનાં-સાગર-શ્રીનાથજી,
મેહ જે વરસાવે એ-શ્રી હર્ષ શ્રીનાથજી…
પ્રેમ ને આંનદનાં તું રાસ રચીલે,
શ્રીજી ના ચરણે જઈ બેડો પાર કરીલે
કૃષ્ણજી ના નામની…

શ્રીજી-નામ રટતા મનના દુઃખ દુર થાય,
નિત્ય હરી છબી જોતા જીવ તરી જાય…
હિતકારી શ્રીજી ને પ્રણામ કરીલે,
શ્રીજી ના ચરણે જઈ બેડો પાર કરીલે
કૃષ્ણજી ના નામની…

આજ શ્રેણી માં બીજા ભજન જોવા માટે નીચે ક્લિક કરો