ઊંચી મેડી તે મારા સંતની રે | Unchi Medi Te Mara Sant Ni Re

(રચના : શ્રી નરસિંહ મહેતા)

ઊંચી મેડી તે મારા સંતની રે,
મેં તો મા’લી ન જાણી રામ… હો રામ…
ઊંચી મેડી તે મારા સંતની રે,
મેં તો મા’લી ન જાણી રામ…

અમને તે તેડાં શીદ મોક્લ્યાં,
કે મારો પીંડ છે કાચો રામ
મોંઘા મૂલની મારી ચુંદડી,
મેં તો મા’લી ન જાણી રામ… હો રામ…
ઊંચી મેડી તે મારા સંતની રે…

અડધાં પેહર્યાં અડધાં પાથર્યાં,
અડધાં ઉપર ઓઢાડ્યાં રામ
ચારે છેડે ચારે જણાં,
તોયે ડગમગ થાયે રામ… હો રામ…
ઊંચી મેડી તે મારા સંતની રે…

નથી તરાપો, નથી તુંબરા,
નથી ઉતર્યાનો આરો રામ
નરસિંહ મહેતાના સ્વામી શામળા,
પ્રભુ પાર ઉતારો રામ… હો રામ…
ઊંચી મેડી તે મારા સંતની રે…

हिंदी भाषा में

(रचना : श्री नरसिंह महेता)

ऊंची मेडी ते मारा संतनी रे,
में तो मा’ली न जाणी राम… हो राम…
ऊंची मेडी ते मारा संतनी रे,a
में तो मा’ली न जाणी राम…

अमने ते तेडां शीद मोक्ल्यां,
के मारो पींड छे काचो राम
मोंघा मूलनी मारी चुंदडी,
में तो मा’ली न जाणी राम… हो राम…
ऊंची मेडी ते मारा संतनी रे…

अडधां पेहर्यां अडधां पाथर्यां,
अडधां उपर ओढाड्यां राम
चारे छेडे चारे जणां,
तोये डगमग थाये राम… हो राम…
ऊंची मेडी ते मारा संतनी रे…

नथी तरापो, नथी तुंबरा,
नथी उतर्यानो आरो राम
नरसिंह महेताना स्वामी शामळा,
प्रभु पार उतारो राम… हो राम…
ऊंची मेडी ते मारा संतनी रे…

આજ શ્રેણી માં બીજા ભજન જોવા માટે નીચે ક્લિક કરો