માં મોગલ તારો આશરો | Ma Mogal Taro Aashro

(રચના : જીગરદાન ગઢવીજીગરા” )

માં મોગલ તારો આશરો
માં મોગલ તારો આશરો…

મુઠ્ઠીભર બાજરો ‘ને ભર્યો પાણીયારો દેજે,
આંગણિયે પારણા ઝુલાવજે…
દીવાની દિવેટને ઘી થી પલાળજે ‘ને
નેહડા રૂડાં દીપાવજે…

તારા ચારણોની ચડતી રાખજે ‘ને
આયલ ભણજેને મીઠો હોંકારો… !
માં મોગલ તારો આશરો…

એક હાથે ત્રિશૂળ તારા! એક હાથે મમતા!
બેફિકર છોરુડા રમતાં, તારા બેફિકર છોરુડા રમતાં!
ભુલીયે તને જો માં, તું ના ભૂલતી!
રાખજે તને ગમતાં! હે માઁ, રાખજે તને ગમતાં!

રખે તેડવાને આવે યમ કો’ક દિ જોને કો’ક દિ,
મોગલ નામ લેતાં જાય જીવ મારો!!
માં મોગલ તારો આશરો…

આજ શ્રેણી માં બીજા ભજન જોવા માટે નીચે ક્લિક કરો