રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે | Rude Garbe Rame Chhe Devi Ambika

રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે લોલ,
હે… પાય વાગે છે ઘૂઘરીના ઘમકાર રે લોલ
રૂડે ગરબે રમે છે…

આકાશ-માંથી સૂર્ય જોવા આવીયા રે લોલ,
સાથે દેવી રન્નાદેને લાવીયા રે લોલ
રૂડે ગરબે રમે છે…

આકાશ-માંથી ચંદ્ર જોવા આવીયા રે લોલ,
સાથે દેવી રોહિણીને લાવીયા રે લોલ
રૂડે ગરબે રમે છે…

ઈંદ્રલોક-માંથી ઈંદ્ર જોવા આવીયા રે લોલ,
સાથે દેવી ઈન્દ્રાણીને લાવીયા રે લોલ
રૂડે ગરબે રમે છે…

સ્વર્ગ-માંથી વિષ્ણુ જોવા આવીયા રે લોલ,
સાથે દેવી લક્ષ્મીજીને લાવીયા રે લોલ
રૂડે ગરબે રમે છે…

બ્રહ્મલોક-માંથી બ્રહ્મ જોવા આવીયા રે લોલ,
સાથે દેવી બ્રહ્માણીને લાવીયા રે લોલ
રૂડે ગરબે રમે છે…

પાતાળ-માંથી શેષ નાગ આવીયા રે લોલ,
સાથે સર્વે નાગણીઓ ને લાવીયા રે લોલ
રૂડે ગરબે રમે છે…

❀❀ આ ગરબો નીચે પ્રમાણે પણ રચાયેલો છે ❀❀

રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે લોલ,
એની/માની તાળી પડે છે ત્રણ લોકમાં રે લોલ…

હે ગરબો જોવાને ગજાનન આવિયા રે લોલ,
સાથે રિધ્ધિ સિધ્ધિને તેડી લાવિઆ રે લોલ
રૂડે ગરબે રમે છે…

હે ગરબો જોવાને ઇન્દ્ર આવિયા રે લોલ,
સાથે રાણી ઇન્દ્રાણીને લાવિઆ રે લોલ
રૂડે ગરબે રમે છે…

હે ગરબો જોવાને ચંદ્રમા આવિયા રે લોલ,
સાથે રાણી રોહિણીને લાવિઆ રે લોલ
રૂડે ગરબે રમે છે…

હે ગરબો જોવાને બ્ર્હમાજી આવિયા રે લોલ,
સાથે રાણી બ્ર્હમાણીને લાવિઆ રે લોલ
રૂડે ગરબે રમે છે…

રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે લોલ,
એની/માની તાળી પડે છે ત્રણ લોકમાં રે લોલ
રૂડે ગરબે રમે છે…

આજ શ્રેણી માં બીજા ભજન જોવા માટે નીચે ક્લિક કરો