નયન ને બંધ રાખીને મે | Nayan Ne Bandh Rakhine Me

(રચના : બેફામ)

અશ્રુ વિરહ ની રાતના ખાળી શક્યો નહી,
પાછા નયનના નૂરને વાળી શક્યો નહી,
હૂ જેને કાજ અંધ થયો રોઈ રોઈ ને,
એ આવ્યા ત્યારે તેમને નહાળી શક્યો નહી…

નયન ને બંધ રાખીને મે જ્યારે તમને જોયા છે,
તમે છો તેના કરતા પણ વધારે મે તમને જોયા છે
નયન ને બંધ રાખીને…

રુતુ એક જ હતી પણ રંગ નહતો આપણો એક જ,
મને સહેરા એ જોવો છે બહારે તમને જોયા છે,
તમે છો તેના કરતા પણ વધારે મે તમને જોયા છે
નયન ને બંધ રાખીને…

પરંતુ અર્થ એનો એ નથી કે રાત વીતી ગઈ
રાત વીતી ગઈ… (૨ વાર)
પરંતુ અર્થ એનો એ નથી કે રાત વીતી ગઈ,
નહી તો મે ઘણી વેળા સવારે તમને જોયા છે,
તમે છો તેના કરતા પણ વધારે મે તમને જોયા છે
નયન ને બંધ રાખીને…

હકીકતમા જોઉ તો એક સપનું હતું મારુ,
સપ્નુ હતુ મારુ… (૩ વાર)
હકીકતમા જોઉ તો એક સપનું હતુ મારુ,
ખુલી આંખે મે મારા ઘરના દ્વારે તમને જોયા છે,
તમે છો તેના કરતા પણ વધારે મે તમને જોયા છે
નયન ને બંધ રાખીને…

નહીતર આવી રીતે તરે નહી લાશ દરીયામાં
(૨ વાર)
મને લાગે છે કે આણે કીનારે તમને જોયા છે,
તમે છો તેના કરતા પણ વધારે મે તમને જોયા છે
નયન ને બંધ રાખીને…

આજ શ્રેણી માં બીજા ભજન જોવા માટે નીચે ક્લિક કરો