આસમાની રંગની ચુંદડી રે | Aasmani Rang Ni Chundadi Re

આસમાની રંગની ચુંદડી રે,
હે રૂડી ચુંદડી રે, માની ચુંદડી લહેરાય..

ચુંદડીમા ચમકે તારલા રે,
હે રૂડા તારલા રે, માની ચુંદડી લહેરાય..

નવરંગે રંગી ચુંદડી રે,
હે રૂડી ચુંદડી રે માની ચુંદડી લહેરાય..

ચુંદડીમા ચમકે હીરલા રે,
હે રૂડા હીરલા રે, માની ચુંદડી લહેરાય..

શોભે મજાની ચુંદડી રે,
હે રૂડી ચુંદડી રે, માની ચુંદડી લહેરાય..

ચુંદડીમા ચમકે મુખડું રે,
હે રૂડુ મુખડું રે, માની ચુંદડી લહેરાય..

અંગે દીપે છે ચુંદડી રે,
હે રૂડી ચુંદડી રે, માની ચુંદડી લહેરાય..

પહેરી ફરે ફેર ફુદડી રે,
હે ફેર ફુદડી રે, માની ચુંદડી લહેરાય..

લહેરે પવન ઉડે ચુંદડી રે,
હે રૂડી ચુંદડી રે, માની ચુંદડી લહેરાય..

આસમાની રંગની ચુંદડી રે,
હે રૂડી ચુંદડી રે, માની ચુંદડી લહેરાય..

આજ શ્રેણી માં બીજા ભજન જોવા માટે નીચે ક્લિક કરો