વાગ્યો રે ઢોલ બાઈ વાગ્યો | Vaagyo Re Dhol Bai

(રચના : સૌમ્ય જોશી)

હે વાગ્યો રે ઢોલ બાઈ વાગ્યો રે ઢોલ,
વાગ્યો રે ઢોલ બાઈ વાગ્યો રે ઢોલ (૨ વાર)
મારા મીઠાનાં રણમાં વાગ્યો રે ઢોલ (૨ વાર)

પહોળું થયું ને પછી પહોળું થયું (૨ વાર)
એક સજ્જડ-બમ્મ પાંજરું પહોળું થયું (૨ વાર)
વાગ્યો રે ઢોલ બાઈ વાગ્યો રે ઢોલ,
મારા મીઠાનાં રણમાં વાગ્યો રે ઢોલ…

ઢોલ ઢોલ ઢોલ ઢોલ વાગ્યો
વાગ્યો રે ઢોલ બાઈ વાગ્યો રે ઢોલ (૨ વાર)

ઝાલી મને કે મેં જ ઝાલી મને (૨ વાર)
જરી ઉડવા દીધી ને જરી ઝાલી મને (૨ વાર)

હાંફી ગઈ રે હું તો હાંફી ગઈ,
અમથા હરખમાં જ હાંફી ગઈ
હાંફી ગઈ રે હું તો હાંફી ગઈ,
હાંફી ગઈ રે સહેજ અમથા હરખમાં જ હાંફી ગઈ
સહેજ અમથા હરખમાં જ હાંફી ગઈ (૨ વાર)

ઊંઘી જ નહિ તોય ઊંઘી જ નહિ (૪ વાર)
થોડા સપના જોવા ને હાટુ ઊંઘી જ નહિ (૨ વાર)
હવે હવે હવે કાળો ટીકો રે એક કાળો ટીકો,
હવે કાળો ટીકો રે એક કાળો ટીકો

મારા ઓરતાનાં ગાલ પર કાળો ટીકો (૪ વાર)

વાગ્યો રે ઢોલ બાઈ વાગ્યો રે ઢોલ (૨ વાર)
હે મારા મીઠાનાં રણમાં વાગ્યો રે ઢોલ (૨ વાર)

પહોળું થયું ને પછી પહોળું થયું (૨ વાર)
એક સજ્જડ-બમ્મ પાંજરું પહોળું થયું (૨ વાર)

હાં એક સજ્જડ-બમ્મ પાંજરું પહોળું થયું,
એક સજ્જડ-બમ્મ પાંજરું પહોળું થયું (૪ વાર)

આજ શ્રેણી માં બીજા ભજન જોવા માટે નીચે ક્લિક કરો