સખી આજનો લહાવો લીજીએ | Aajno Lahvo Lijiye Re Kal Kone

સખી આજનો લહાવો લીજીએ રે,
કાલ કોણે દીઠી છે…

ફૂલની ગાદી ને ફૂલના તકિયા (૨ વાર)
ફૂલના બીછાના બિછાવીએ રે,
કાલ કોણે દીઠી છે… આજનો…

સોનાના પારણાને રેશમ ની દોરી (૨ વાર)
હરખે શ્રીનાથજી જુલાવિએ રે,
કાલ કોણે દીઠી છે… આજનો…

સોનાના સોગઠા ને રેશમ ની ચોપાટ (૨ વાર)
હીરલના પાસા ઢળાવીયે રે,
કાલ કોણે દીઠી છે… આજનો…

વાણીના મેહુલાને આનંદ ની હેલી (૨ વાર)
સુખને સરવડે ભીંજાઈ રે,
કાલ કોણે દીઠી છે… આજનો…

આજ શ્રેણી માં બીજા ભજન જોવા માટે નીચે ક્લિક કરો