જેવી કદમ કેરી છાયા | Jevi Kadam Keri Chhaya

જેવી કદમ કેરી છાયા એવી શ્રીનાથજીની માયા,
જેવી મોગરાની માળા એવા શ્રીનાથજી રૂપાળા,
જેવા જમુનાજીના પાણી એવી શ્રીનાથજીની વાણી,
જેવો સુરજ નભમાં રાજે એવા શ્રીનાથજી બિરાજે,
જેવી કદમ કેરી છાયા…

જેવી વર્ષા જગને રંગે એવા શ્રીનાથજી સૌ સંગે,
જેવા તુષાર બિંદુ ચમકે એવા શ્રીનાથજી તો દમકે,
જેવી ફૂલતણી ફૂલવાડી એવા શ્રીનાથજી સુખકારી,
જેવો ઇન્દ્ર ધનુંષ સંતરંગી એવા શ્રીનાથજી મનરંગી,
જેવી કદમ કેરી છાયા…

જેવા કેસરિયા કેસુડાં એવા શ્રીનાથજી છે રૂડા,
જેવી ઝરમર ઝરમર હેલી એવી શ્રીનાથજી હવેલી,
જેવી ચંદ્ર કીરણની સાતા એવા શ્રીનાથજી છે દાતા,
જેવા નટખટ નંદના લાલા એવા શ્રીજી સૌના વાલા,
જેવી કદમ કેરી છાયા…

આજ શ્રેણી માં બીજા ભજન જોવા માટે નીચે ક્લિક કરો