હું તમને વિનવુ શ્રીનાથજી વાલા | Hu Tamne Vinavu Shreenathji Vala

હું તમને વિનવુ શ્રીનાથજી વાલા,
કયારે દર્શન દેશો પ્રભુજી અમારા,
કયારે દર્શન દેશો પ્રભુજી અમારા…

દાસ તમારો શરણે આવ્યો,
જાખી કરાવી ને જનમ સુધારો (૨ વાર)
હું તમને વિનવુ…

શ્રીજી મેં લીધું છે શરણ તમારું,
તમ વિના પ્રભુજી કોઇ નથી મારુ (૨ વાર)
હું તમને વિનવુ…

સેવક તમારો શરણે આવ્યો,
કરિને દયા મારુ અંતર ઉજાળો (૨ વાર)
હું તમને વિનવુ…

શ્રીવલલ્ભના સ્વામી અંતરયામી,
ગોપીઓ સર્વે આનંદ પામી (૨ વાર)
હું તમને વિનવુ…

આજ શ્રેણી માં બીજા ભજન જોવા માટે નીચે ક્લિક કરો