તારી મૂરતિ રે | Tari Murti Re

તારી મૂરતિ રે, છે જો નેણુંનો શણગાર,
નેણુંનો શણગાર, મારા હૈડા કેરો હાર
તારી…

મોહન તારી મૂર્તિ જોઈને, ભૂલી છું તન ભાન,
નીરખતાં નજરામાં થઈ છું, ગજરામાં ગુલતાન
તારી…

માથે ઝીણી પાઘ મનોહર, સુંદર શ્યામ શરીર,
નથી રહેતી તારું રૂપ નિહાળી, વ્રજનારીને ધીર
તારી…

બાંય જડાઉ બાંધેલ બાજૂ, કાજુ ધર્મકિશોર,
બ્રહ્માનંદ કહે મોહી છું વેણે, નેણે જાદું જોર
તારી…

આજ શ્રેણી માં બીજા ભજન જોવા માટે નીચે ક્લિક કરો