તારા વિના શ્યામ મને એકલડું લાગે,
રાસ રમવા ને વહેલો આવજે… (૨)
તારા વિના શ્યામ…
શરદપૂનમ ની રાતડી,
ચાંદની ખીલી છે ભલીભાત ની,
તું ન આવે તો શ્યામ,
રાસ જામે ન શ્યામ ,
રાસ રમવાને વહેલો
આવ.. આવ.. આવ.. શ્યામ..
તારા વિના… તારા વિના…
ગરબે ઘૂમતી ગોપીઓ,
સુની છે ગોકુળ ની શેરી ઓ,
સુની સુની શેરીઓ માં,
ગોકુળ ની ગલીઓ માં,
રાસ રમવાને વહેલો
આવ.. આવ.. આવ.. શ્યામ..
તારા વિના…. તારા વિના….
અંગ અંગ રંગ છે અનંગ નો,
રંગ કેમ જાય તારા સંગ નો,
તું ન આવે તો શ્યામ,
રાસ જામે ન શ્યામ ,
રાસ રમવાને વહેલો
આવ.. આવ.. આવ.. શ્યામ…
તારા વિના… તારા વિના…
તારા વિના શ્યામ મને એકલડું લાગે,
રાસ રમવા ને વહેલો…
તારા વિના શ્યામ…