સાચા સતગુરુ તારણહાર | Sacha Sadguru Taranhar

સાચા સતગુરુ તારણહાર,
તમોને વંદન વારંવાર…
મારા જીવન ના આધાર,
તમોને વંદન વારંવાર…

બ્રહ્મા વિષ્ણુ મહેસ જેવા,
સમજી કરીએ આપની સેવા
મનમાં શંકા નહિ તલભાર,
તમોને વંદન વારંવાર…

આપે ખોલી અંતર ની બારી,
સહેજે મળ્યા દેવ મુરારી
ધ્યાને છૂટી ગયો સંસાર,
તમોને વંદન વારંવાર…

સેવા સમરણ કાયમ આપો,
દાસ જાની અંતર માં સ્થાપો
આપ છો દયા તણા ભંડાર,
તમોને વંદન વારંવાર…

લાલ ત્રંબક જશ ગુણ ગાવે,
જનમ મરણ પાતક માં ના આવે
આપ છો દયા તણા ભંડાર,
તમોને વંદન વારંવાર…

આજ શ્રેણી માં બીજા ભજન જોવા માટે નીચે ક્લિક કરો