રમતો ભમતો જાય | Ramto Bhamto Jay Aaj Mano

રમતો ભમતો જાય, આજ માં નો ગરબો રમતો જાય,
પવન ઝપાટા ખાય, આજ માં નો ગરબો રમતો જાય,
રમતોં ભમતોં જાય, આજ માં નો…

માં ના ગરબા મા નવલખ તારલા (૨ વાર)
અંબિકા ને માથે સુહાય,
આજ માં નો ગરબો રમતો જાય
રમતોં ભમતોં જાય, આજ માં નો…

ઇરે ગરબો ચવદ બ્રહ્માંડ ફરતો (૨ વાર)
જલ હલ જલ હલકાય,
આજ માં નો ગરબો રમતો જાય
રમતોં ભમતોં જાય, આજ માં નો…

વાયા વાયા રે કાઈ તોફાની બાયરા (૨ વાર)
તોયે ના જાખો થાય,
આજ માં નો ગરબો રમતો જાય,
રમતોં ભમતોં જાય, આજ માં નો…

ચાંદા સુરજ નિ જ્યોતુ રે જલતી (૨ વાર)
સમદર ના દિવિલ કુરાય,
આજ માં નો ગરબો રમતો જાય,
રમતોં ભમતોં જાય, આજ માં નો…

આજ શ્રેણી માં બીજા ભજન જોવા માટે નીચે ક્લિક કરો