મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી | Mara Ghat Ma Birajata Shrinathji

મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી
યમુનાજી મહાપ્રભુજી… (૨ વાર)
મારુ મનડું છે ગોકુળ વનરાવન,
મારા તનના આંગિણયાંમાં તુલસીના વન,
મારા પ્રાણ જીવન… હે મારા…

મારા આતમના આંગણે શ્રીમહાપ્રભુજી,
મારી આંખો દીસે ગિરધારી રે ધારી
મારુ તન મન ગયું છે જેને વારી રે વારી,
હે મારા શ્યામ મોરારિ… હે મારા ઘટમાં…

હે મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા,
નિત્ય કરતા શ્રીનાથજી ને કાલા રે વાલા
મે તો વલ્લભ પ્રભુજી ના કીધાં છે દર્શન,
મારું મોહી લીધું મન… હે મારા ઘટમાં…

હું તો નિત્ય વિઠ્ઠલવર ની સેવા રે કરું,
હું તો આઠે સમા કેરી ઝાંખી રે કરું
મેં તો ચિતડું શ્રીનાથજી ને ચરણે ધર્યું,
જીવન સફળ કર્યું… હે મારા ઘટમાં…

મેં તો ભક્તિ મારગ કેરો સંગ રે સાધ્યો,
મને ધોળ કિર્તન કેરો રંગ રે લાગ્યો
મેં તો લાલાની લાલી કેરો નંગ રે માંગ્યો,
હીરલો હાથ લાગ્યો… હે મારા ઘટમાં…

મારી અંત સમય કેરી સુણો રે અરજી,
લે જો શ્રીજીબાવા શરણોમાં દયા રે કરી
મને તેડાં રે યમ કેરાં કદી ન આવે,
મારો નાથ તેડાવે… હે મારા ઘટમાં…

ધૂન

“શ્રીનાથજી બોલો શ્રીયમુનાજી બોલો”

આજ શ્રેણી માં બીજા ભજન જોવા માટે નીચે ક્લિક કરો