અમે મહિયારાં રે ગોકુળ ગામનાં | Ame Mahiyara Re Gokul Gam Na

(રચના : નરસિંહ મહેતા)

અમે મહિયારાં રે, ગોકુળ ગામનાં
મારે મહી વેચવાને જાવાં,
મહિયારા રે… ગોકુળ ગામનાં…

મથુરાની વાટ મહીં વેચવાને નીસર્યાં,
નટખટ એ નંદકિશોર માગે છે દાણજી,
હે… મારે દાણ દેવા નહીં લેવા,
મહિયારા રે… ગોકુળ ગામના…

યમુનાને તીર વાલો વાંસળી વગાડતો,
ભુલાવી ભાન સાન ઉંઘતી જગાડતો,
હે… મારે જાગી જોવું ને જાવું,
મહિયારા રે… ગોકુળ ગામનાં…

માવડી જશોદાજી કાનજીને વારજો,
દુ:ખડા દિયે હજાર નંદજીનો લાલો,
હે… મારે દુ:ખ સહેવા નહીં કહેવા,
મહિયારા રે… ગોકુળ ગામનાં…

નરસિંહનો નંદકિશોર લાડકડો કાનજી,
ઉતારે આતમથી ભવ-ભવનો ભારજી,
હે… નિર્મળ હૈયાંની વાત કહેતા,
મહિયારા રે… ગોકુળ ગામનાં…

આજ શ્રેણી માં બીજા ભજન જોવા માટે નીચે ક્લિક કરો

Please click below website link to see collection of Hindi, Urdu, Gujarati Ghazal Lyrics
https://ghazallyrics.com/