રાખનાં રમકડાં મારા રામે | Rakh Na Ramakda Mara Rame

રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે
મૃત્યુલોકની માટી માંથી માનવ થઇને ભાખ્યાં રે
રાખનાં રમકડાં…

બોલે ડોલે રોજ રમકડાં, નિત નિત રમત્યું માંડે
આ મારું આ તારું કહીને એકબીજાને ભાંડે રે
રાખનાં રમકડાં…

હે કાચી માટીની કાયામાંથી માયા કેરા રંગ લગાયા
ઢીંગલા ઢીંગલીએ ઘર માંડ્યાં ત્યાં તો વિંઝણલા વિંઝાયા રે
રાખનાં રમકડાં…

અંત-અનંતનો તંત ન તૂટ્યો, ને રમત અધૂરી રહી
તનડા ને મનડાની વાતો મનની મનમાં રહી ગઇ
રાખનાં રમકડાં…

આજ શ્રેણી માં બીજા ભજન જોવા માટે નીચે ક્લિક કરો

Please click below website link to see collection of Hindi, Urdu, Gujarati Ghazal Lyrics
https://ghazallyrics.com/