માનવ નડે છે માનવીને મોટો | Manav Nade Chhe Manvi Ne

માનવ નડે છે માનવીને મોટો થયા પછી
ચાવી મળે ગુનાઓની જ્ઞાની થયા પછી
માનવ નડે છે…

માતા પિતાની ગોદમાં મમતા હતી ઘણી
બદલી ગયો તું પરણીને યૌવન મળ્યા પછી
માનવ નડે છે…

ગાતો હતો તું ગીત કાયમ પ્રભુ તણાં
ભૂલી ગયો એ ભાવના પૈસો થયા પછી
માનવ નડે છે…

નમતો હતો તું સર્વને નિર્ધનપણાં મહીં
ઝગડા હવે કરે બધે પ્રભુ કૃપા મળ્યા પછી
માનવ નડે છે…

હું પણ પ્રભુ બનીને પૂજાવું છું ઘણે
‘આપ’ કહે છે આપની સિદ્ધિ મળ્યા પછી
માનવ નડે છે…

(રચના : આપાભાઈ ગઢવી)

આજ શ્રેણી માં બીજા ભજન જોવા માટે નીચે ક્લિક કરો