મંદિર તારું વિશ્વ રૂપાળું પ્રાર્થના | Mandir Taru Vishva Rupalu

મંદિર તારું વિશ્વ રૂપાળું,
સુંદર સરજનહારા રે
પળ પળ તારાં દર્શન થાયે,
દેખે દેખણહારા રે..
મંદિર તારું…

નહિ પૂજારી નહિં કો દેવા,
નહિ મંદિરને તાળાં રે
નીલ ગગનમાં મહિમા ગાતા,
ચાંદો સૂરજ તારા રે..
મંદિર તારું…

વર્ણન કરતાં શોભા તારી,
થાક્યા કવિગણ ધીરા રે
મંદિરમાં તું ક્યાં છુપાયો,
શોધે બાલ અધીરા રે..
મંદિર તારું…

આજ શ્રેણી માં બીજા ભજન જોવા માટે નીચે ક્લિક કરો