પ્રભુ તું ગાડું મારુ ક્યા | Prabhu Tu Gadu Maru Kya

પ્રભુ તું ગાડું મારુ ક્યા લઈ જાય
કાંઈ ન જાણું (૨ વાર)

સુખ અને દુઃખના પૈડા ઉપર ગાડુ મારુ હાલ્યું જાય
કદી ઊગે આશાનો સૂરજ કદી અંધારુ થાય
મારી મુજને ખબર નથી ને ક્યાં મારું ઠેકાણું
કાંઈ ન જાણું…

ક્યાંથી આવ્યો ક્યાં જવાનો ક્યાં મારુ ઠેકાણું
અગમ નિગમના ભેદ અગોચર મનમાં મુંઝાવાનું
હરતું ફરતું શરીર મારૂં પિંજરે એક પુરાણું
કાંઈ ન જાણું…

આજ શ્રેણી માં બીજા ભજન જોવા માટે નીચે ક્લિક કરો