ઓ શ્રીનાથજી આવજો તમે | O Shrinathji Aavjo Tame

ઓ શ્રીનાથજી આવજો તમે,
વાટ જોઈ રહ્યા કયારના અમે…
અનેક જન્મથી જીવ આથડે,
આપ શરણની ખબરના પડે…
ઓ શ્રીનાથજી…

આપ શરણ તો રૂદીયા વિષે,
શ્રી મહાપ્રભુજી-વિના કયાંથી દીસીએ…
ચરણ શરણ તો આપનું ખરું,
જનમ મરણનું દુ:ખ તો ગયું…
ઓ શ્રીનાથજી…

દાસ આપનો જો હશે ખરા,
જન્મ મૃત્યુથી તે તરી જશે…
દાસ ભાવથી સહુ તરી જશે,
દાસ આપના જો-હશે ખરા…
ઓ શ્રીનાથજી…

દાસ હોય તો કદી ના વિસરે,
ભય તજીને સર્વદા ફરે…
દાસ વિઠ્ઠલેશ વિનંતી વદે,
ઓ શ્રીનાથજી આવજો તમે…
ઓ શ્રીનાથજી…

આજ શ્રેણી માં બીજા ભજન જોવા માટે નીચે ક્લિક કરો

Please click below website link to see collection of Hindi, Urdu, Gujarati Ghazal Lyrics
https://ghazallyrics.com/