હવેલી બંધાવી દઉં શ્રીજી | Haveli Bandhavi Dav Hari Tara

હવેલી બંધાવી દઉં, શ્રીજી તારા નામની,
ધજાઓ ફરકાવી દઉં, હરિ તારા ધામની…

રેતીએ પ્રેમની લાવી, હું તો લાવી સ્નેહની ઈંટો,
રેડી મેં લાગણીઓ મેં, ચણાવી છે ભાવની ભીંતો,
દિવાલો રંગાવી દઉં, ગોકુળિયા ગામની,
ધજાઓ ફરકાવી દઉં, હરિ તારા નામની…
હવેલી બંધાવી…

માનવતણાં ફળીયે આ, બોલાવ્યા મેં દેવોને,
સતસંગને અપનાવીને, છોડી ને કુટેવો ને,
હૃદયમાં કંડારી દઉં, મુરત શ્રીનાથ ની,
ધજાઓ ફરકાવી દઉં, હરિ તારા ધામની…
હવેલી બંધાવી…

આજ શ્રેણી માં બીજા ભજન જોવા માટે નીચે ક્લિક કરો