મને પ્યારું લાગે શ્રીજી તારું નામ | Mane Pyaru Lage Shreeji Taru Nam

શ્રીનાથજી શ્રીનાથજી શ્રીનાથજી શ્રીનાથજી
હે મને પ્યારું લાગે શ્રીજી તારું નામ,
તન મન ધન શ્રીજી ના ચરણોમાં… (૨)

હે મેતો છોડી ધીધા સઘળા કામ,
તન મન ધન શ્રીજીના ચરણોમાં,
મને પ્યારુ લાગે… શ્રીનાથજી શ્રીનાથજી…

મન મંદિરીયે તુલસીની માળા,
ભવ બંધનના તોડશે તાળા,
મારું ઘર બને… (૨), રૂડું વ્રજ ધામ
તન મન ધન શ્રીજીના ચરણોમાં… (૨)
હે મને પ્યારું લાગે… શ્રીનાથજી શ્રીનાથજી…

આઠ પ્રહર બની રહું તારી દાસી રે,
ચરણોમાં તારા મથુરા ને કાશી,
માંગું એક હવે… (૨), હૈયા કેરી હામ
તન મન ધન શ્રીજીના ચરણોમાં… (૨)
મને પ્યારું… મેતો છોડી…
શ્રીનાથજી શ્રીનાથજી શ્રીનાથજી…

આજ શ્રેણી માં બીજા ભજન જોવા માટે નીચે ક્લિક કરો