મારુ આયખું ખૂટે જે ઘડીયે | Maru Aaykhu Khute Je Ghadiye

મારુ આયખું ખૂટે જે ઘડીયે,
ત્યારે મારા હૃદયમાં પધારજો
છે અરજી તમોને બસ એટલી,
મારા મૃત્યુને શ્રીજી સુધારજો
મારુ આયખું…

જીવન નો ના કોઈ ભરોશો,
દોડા દોડીના આ યુગમાં (૨ વાર)
અંતરીયાળે જઈને પડું જો,
ઓચિંતા મૃત્યુના મુખમાં
ત્યારે સાચા સ્વજન બની આવજો,
થોડા શબ્દો ધર્મના સુણાવજો
છે અરજી તમોને…

જીવવું થોડું ને જંજાળ ઝાઝી,
એવી સ્થિતિ છે આ સંસારની (૨ વાર)
છૂટવા દે ના મરતી વેળાએ,
ચિંતા મને જો પરિવારની
ત્યારે દીવો તમે પ્રગટાવજો,
મારા મોહથી મીડ ને હટાવજો
છે અરજી તમોને……

દર્દો વધ્યા છે, આ દુનિયામાં,
મારે રિબાવી રીબાવીને (૨ વાર)
એવી બીમારી જો મુજને સતાવે,
છેલ્લી પળોમાં, રડાવીને
ત્યારે મારી મદદમાં પધારજો,
પીડા સહેવાની શક્તિ વધારજો
છે અરજી તમોને….

આજ શ્રેણી માં બીજા ભજન જોવા માટે નીચે ક્લિક કરો