સમય મારો સાધજે વ્હાલા | Samay Maro Sadhje Vhala

સમય મારો સાધજે વ્હાલા,
કરું હું તો કાલાવાલા…

અંત સમય મારો આવશે જયારે,
નહિ રહે દેહનું ભાન ભાન (૨ વાર)
એવે સમય મુખ તુલસી દેજે,
દેજે યમુના પાન (૨ વાર)
સમય મારો…

જીભલડી મારી પરવશ બનશે જો,
હારી બેસું હું ભાન (૨ વાર)
એ રે સમયે મારી વ્હારે ચઢીને,
મુખે રાખજે તારું નામ (૨ વાર)
સમય મારો…

કંઠ રુધાશે ને નાડીઓ તૂટશે,
તૂટશે જીવનદોર દોર (૨ વાર)
એવે સમય મારા અલબેલાજી,
કરજે બંસીનો સૂર (૨ વાર)
સમય મારો…

આંખલડી મારી પાવન કરજો ને,
દેજો એક જ ધ્યાન (૨ વાર)
શ્યામસુંદર તારી ઝાંખી કરીને,
પુનિત છોડે પ્રાણ (૨ વાર)
સમય મારો…

આજ શ્રેણી માં બીજા ભજન જોવા માટે નીચે ક્લિક કરો