એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ | Evu Shree Vallabh Prabhu Nu Naam

એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ
અમને પ્રાણ પ્યારું છે…
એવું શ્રી વિઠ્ઠલ પ્રભુનું નામ
અમને પ્રાણ પ્યારું છે…

પ્રાણ પ્યારું છે અમને
અતિશય વહાલું છે… (૨ વાર)
એવું શ્રી વલ્લભપ્રભુ નું નામ…

પુષ્ટિ માર્ગ પ્રકટાવ્યો
દૈત્યોનો તાપ નશાવ્યો, (૨ વાર)
એવું શ્રી વલ્લભપ્રભુ નું નામ…
પ્રાણ પ્યારું છે અમને…

મેવાડ મધ્યે બિરાજે જેનું
સ્વરૂપ સુંદર રાજે, (૨ વાર)
એવું શ્રી શ્રીનાથજી નું નામ
અમને પ્રાણ પ્યારું છે…
એવું શ્રી વિઠ્ઠલ પ્રભુનું…

કાંકરોલી મધ્યે બિરાજે
રૂડો રાયસાગર ગાજે, (૨ વાર)
એવું શ્રી દ્વારકાધીશ નું નામ
અમને પ્રાણ પ્યારું છે…
એવું શ્રી વિઠ્ઠલ પ્રભુનું…

ગોકુલમાં ગૌધેનચારી
વૃંદાવન કુંજબિહારી, (૨ વાર)
એવું શ્રીકૃષ્ણચંદ્ર નું નામ
અમને પ્રાણ પ્યારું છે…
એવું શ્રી વલ્લભ પ્રભુનું…

વૈણવના દિલમાં બિરાજે
બાકે બિહારી કેવાય, (૨ વાર)
એવું શ્રી વનમાળી નું નામ
અમને પ્રાણ પ્યારું છે…
એવું શ્રી વલ્લભ પ્રભુનું… (૨ વાર)
એવું શ્રી વિઠ્ઠલ પ્રભુનું… (૨ વાર)

પ્રાણ પ્યારું છે
અમને અતિશય વહાલું છે…
એવું શ્રી વલ્લભપ્રભુ નું નામ…

આજ શ્રેણી માં બીજા ભજન જોવા માટે નીચે ક્લિક કરો