આજ મારા મંદિરીયામાં મ્હાલે શ્રીનાથજી | Aaj Mara Mandiriyama Mahale Shrinathji

આજ મારા મંદિરીયામાં મ્હાલે શ્રીનાથજી,
(૨ વાર)
જો ને સખી કેવા રૂમઝુમ ચાલે શ્રીનાથજી
આજ મારા…

જશોદાજીના જાયાને નંદના દુલારા,
મંગળાની ઝાંખી કેવી આપે શ્રીનાથજી…
(૨ વાર)
આજ મારા…

ઝરકતી ઝામો પહેરી ઉભા શ્રીનાથજી,
જગતના છે સાથે સાચા સુખી શ્રીનાથજી…
(૨ વાર)
આજ મારા…

મોહનમાળા મોતીવાળી ઝરી શ્રીનાથજી,
પુષ્પની માળા પર જાઉં વારી શ્રીનાથજી…
(૨ વાર)
આજ મારા…

શ્રીનાથજીના પાયે ઝાંઝર શોભે શ્રીનાથજી,
સ્વરૂપ દેખે મુનીવરના મન લોભે શ્રીનાથજી…
(૨ વાર)
આજ મારા મંદિરીયામાં…

ભાવ ધરી ભજુ તમને બાલકૃષ્ણ લાલજી,
વૈષ્ણવજનને અતિ ઘણા વ્હાલા શ્રીનાથજી…
(૨ વાર)
આજ મારા…

શ્રી વલ્લભના સ્વામીને અંતરયામી,
દેજો અમને વ્રજમાં વાસ શ્રીનાથજી…
(૨ વાર)
આજ મારા…

આજ શ્રેણી માં બીજા ભજન જોવા માટે નીચે ક્લિક કરો