(રચના : જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ)
અક્ષયતૃતીયા આવી અનોખી,
તાપ પડે અતિ ભારી રે;
વાલમ વાઘા કરું ચંદનના,
સ્નેહે હૈયામાં ધારી રે… (૧)
વિધ વિધ રીતે હરિ શણગારું,
શોભા રચું અતિ સારી રે;
જોતાં તમને નાથજી મારા,
મોહી જાય નરનારી રે… (૨)
આવા ગરમીના દિવસોમાં,
ઘામ થાય દુ:ખકારી રે;
ચંદન લગાવી ટાઢક વાળું,
ગરમી ભગાડું નઠારી રે… (૩)
જ્ઞાનજીવન કહે સુખના સ્વામી,
સુખિયા થાવો સુખકારી રે;
અમારી ભાવના હેતે સ્વીકારો,
તમે છો હરિ અઘહારી રે… (૪)
