યાદ આવે મોરી માં… (૨ વાર)
યાદ આવે મોરી માં… (૨ વાર)
જનમદાતા જનની મોરી યાદ આવે મોરી માં (૨ વાર)
નાનો હતો તે દી લાડ લડાવી મોઢા મા ભોજન દેતી,
નાના રસોડે જમવા બેસી ચાનકી ધરી દેતી
નાનો હતી તે દી લાડ લડાવી મોઢા મા ભોજન દેતી,
નાના રસોડે જમવા બેસી ચાનકી ધરી દેતી
કેવી માયાળુ માં… કેવી પ્રેમાળુ માં… (૨ વાર)
જનમદાતા જનની મોરી…
રડતો હુ તો જ્યારે જ્યારે દુઃખી એ બહુ થાતી,
દિકરા મારા જોઇ તને શુ બોલ બોલ એમ કહેતી
રડતી હુ તો જ્યારે જ્યારે દુઃખી એ બહુ થાતી,
દીકરી મારી જોઇ તને શુ બોલ બોલ એમ કહેતી
મારા આંસુ લોતી માં… માથે હાથ ફેરવતી માં… (૨ વાર)
જનમદાતા જનની મોરી…
પા પા પગલી ભરતો જ્યારે રાજી એ બહુ થાતી,
કાઈ બોલુ ને કાઈ ચાલુ તો ઘેલી ઘેલી થાતી
પા પા પગલી ભરતી જ્યારે રાજી એ બહુ થાતી,
કાઈ બોલુ ને કાઈ ચાલુ તો ઘેલી ઘેલી થાતી
કેવી પ્રેમાળુ માં… કેવી માયાળુ માં… (૨ વાર)
જનમદાતા જનની મોરી…