મંગલ મન્દિર ખોલો દયામય | Mangal Mandir Kholo Dayaamay

મંગલ મન્દિર ખોલો,
દયામય ! મંગલ મંદિર ખોલો…

મંગલ મન્દિર ખોલો,
દયામય ! મંગલ મંદિર ખોલો…

જીવન વન અતિ વેગે વટાવ્યું, (૨ વાર)
દ્વાર ઊભો શિશુ ભોળો,
તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો, (૨ વાર)
શિશુને ઉરમાં લ્યો, લ્યો,
દયામય ! મંગલ મંદિર ખોલો…

નામ મધુર તમ રટ્યો નિરન્તર, (૨ વાર)
શિશુ સહ પ્રેમે બોલો,
દિવ્ય-તૃષાતુર આવ્યો બાળક, (૨ વાર)
પ્રેમ-અમીરસ ઢોળો,
દયામય ! મંગલ મંદિર ખોલો…

આજ શ્રેણી માં બીજા ભજન જોવા માટે નીચે ક્લિક કરો

Please click below website link to see collection of Hindi, Urdu, Gujarati Ghazal Lyrics
https://ghazallyrics.com/