તને જાતા જોઈ પનઘટની વાટે | Tane Jata Joi Panghat Ni Vate

(રચના : કવિ શ્રી અવિનાશ વ્યાસ)

તને જાતા જોઈ પનઘટની વાટે,
મારૂ મન મોહી ગયુ…
તારા રૂપાળા ગોરા ગોરા ઘાટે,
મારૂ મન મોહી ગયુ… તને જાતા…

કેડે કંદોરોને કોટમાં દોરો (૨ વાર),
તારા લહેરિયાની લાલ લાલ ભાતે,
મારૂ મન મોહી ગયુ… તને જાતા…

રાસે રમતી આંખને ગમતી (૨ વાર),
ઓલી પૂનમની રઢિયાળી રાતે,
મારૂ મન મોહી ગયુ… તને જાતા…

બેડલુ માથે ને મહેંદી ભરી હાથે (૨ વાર),
તારી ગાગરની છલકાતી છાંટે,
મારૂ મન મોહી ગયુ… તને જાતા…

આજ શ્રેણી માં બીજા ભજન જોવા માટે નીચે ક્લિક કરો

Please click below website link to see collection of Hindi, Urdu, Gujarati Ghazal Lyrics
https://ghazallyrics.com/