રામ રાખે તેમ રહીએ | Ram Rakhe Tem Rahiye Odhavji

(રચના : મીરાંબાઈ)

રામ રાખે તેમ રહીએ,
ઓધવજી રામ રાખે તેમ રહીએ..
હે-આપણે ચીઠ્ઠીના ચાકર છૈએ,
ઓધવજી રામ રાખે તેમ રહીએ…

કોઇ દિન પહેરણ હિર ને ચીર
તો કોઇ દિન સાદા ફરીએ (૨ વાર)
કોઇ દિન ભોજન શિરો ને પૂરી
તો કોઇ દિન ભુખ્યાં રહીએ
ઓધવજી, રામ રાખે તેમ રહીએ…

કોઇ દિન રહેવાને બાગ-બગીચા
તો કોઇ દિન જંગલ રહીએ (૨ વાર)
કોઇ દિન સુવાને ગાદી ને તકીયા
તો કોઇ દિન ભોંય પર સુઇએ
ઓધવજી, રામ રાખે તેમ રહીએ…

બાઇ-મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ
સુખ-દુ:ખ સર્વે સહીએ (૨ વાર)
હે-આપણે ચીઠ્ઠીના ચાકર છૈએ,
ઓધવજી, રામ રાખે તેમ રહીએ… (૩ વાર)

આજ શ્રેણી માં બીજા ભજન જોવા માટે નીચે ક્લિક કરો