(રચના : બરકત વિરાણી – ‘બેફામ‘)
નજરનાં જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે,
જીગરને આમ તરસાવીને ચાલ્યા ક્યાં તમે
નજરના જામ…
તમને બોલાવે પ્યાર તમે ઉભા રહો,
દિલના ખુલ્લા છે દ્વાર તમે ઉભા રહો,
જરા ઉભા રહો, જરા ઉભા રહો,
જીવનને આંગણે આવીને ચાલ્યા ક્યાં તમે,
નજરના જામ…
મારી થઇ ગઇ છે ભુલ મને માફ કરો,
મેં તો આપ્યા છે ફુલ મને માફ કરો,
મને માફ કરો, મને માફ કરો,
પ્રણયના ફુલ કરમાવી ને ચાલ્યા ક્યાં તમે,
નજરના જામ…
થઇને પુનમની રાત તમે આવ્યા હતા,
થઇને જીવન પ્રભાત તમે આવ્યા હતા,
તમે આવ્યા હતા, તમે આવ્યા હતા,
વિરહની આગ સળગાવીને ચાલ્યા ક્યાં તમે,
નજરના જામ…