એક પંખી આવીને ઉડી ગયું | Ek Pankhi Aavi Ne Udi Gayu

એક પંખી આવીને ઉડી ગયું,
એક વાત સરસ સમજાવી ગયું…
એક પંખી…

આ દુનિયા એક પંખીનો મેળો, કાયમ ક્યાં રહેવાનું છે,
ખાલી હાથે આવ્યા એવાં, ખાલી હાથે જવાનું છે,
જેને તે તારું માન્યું તે તો, અહીંનું અહીં સૌ રહી ગયું
એક પંખી આવીને…

જીવન પ્રભાતે જન્મ થયો ને, સાંજ પડે ઉડી જા તું,
સગા સંબંધી માયા મૂડી, સૌ મૂકી અલગ થા તું,
એકલવાયું આતમ પંખી, સાથે ના કંઈ લઇ ગયું
એક પંખી આવીને…

પાંખોવાળા પંખીઓ જે ઉડી ગયા આકાશે,
ભાન ભૂલી ભટકે ભવરણમાં, માયા મૃગજળના આશે,
જગતની આંખો જોતી રહીને, પાંખ વિના એ ઉડી ગયું
એક પંખી આવીને…

ધર્મ પૂણ્યની લક્ષ્મી ગાંઠે, સત્તરમાનો સથવારો,
ભવસાગર તરવાની વાતે, અન્ય નથી કોઈ આરો,
જતા જતા પંખી જીવનનું, સાચો અર્થ/મર્મ સમજાવી ગયું
એક પંખી આવીને…

આજ શ્રેણી માં બીજા ભજન જોવા માટે નીચે ક્લિક કરો