અમી ભરેલી નજરું રાખો | Ami Bhareli Najru Rakho Mevad

અમી ભરેલી નજરું રાખો મેવાડના શ્રીનાથજી,
દર્શન આપો દુખડા કાપો મેવાડના શ્રીનાથજી

ચરણ કમળમાં શીશ નમાવી વંદન કરું શ્રીનાથજી,
દયા કરીને ભક્તિ દેજો મેવાડના શ્રીનાથજી
અમી ભરેલી…

હું દુખીયારો તમારે દ્વારે આવી ઉભો શ્રીનાથજી,
આશિષ દેજો ઉરમાં લેજો મેવાડના શ્રીનાથજી
અમી ભરેલી…

તમારે ભરોસે જીવન નૈયા હાકી રહ્યા શ્રીનાથજી,
બની સુકાની પાર ઉતારો મેવાડના શ્રીનાથજી
અમી ભરેલી…

ભક્ત તમારા કરે વિનંતી સંભાળજો શ્રીનાથજી,
મુજ આંગણીએ વાસ તમારો મેવાડના શ્રીનાથજી
અમી ભરેલી…

આજ શ્રેણી માં બીજા ભજન જોવા માટે નીચે ક્લિક કરો