પાગલ છે જમાનો ફૂલોનો | Pagal Chhe Zamano

(રચના : ‘શૂન્ય’ પાલનપુરી)

પાગલ છે જમાનો ફૂલોનો,
દુનિયા છે દીવાની ફૂલોની…
ઉપવનને કહી દો ખેર નથી,
વિફરી છે જવાની ફૂલોની….
પાગલ છે…

અધિકાર હશે કંઈ કાંટાનો,
એની તો રહી ના લેશ ખબર…
ચીરાઈ ગયો પાલવ જ્યારે,
છેડી મેં જવાની ફૂલોની….
પાગલ છે…

ઉપવનને લૂંટાવી દેવાનો,
આરોપ છે કોના જોબન પર…
કાંટાની અદાલત બેઠી છે,
લેવાને જુબાની ફૂલોની….
પાગલ છે…

તું ‘શૂન્ય’ કવિને શું જાણે,
એ રૂપનો કેવો પાગલ છે…
રાખે છે હૃદય પર કોરીને,
રંગીન નિશાની ફૂલોની….
પાગલ છે…

સૌંદર્યની ચાહતના પડદે,
સૌંદર્યની લૂંટો ચાલે છે…
ફૂલો તો બિચારા શું ફૂલે,
દુશ્મન છે જવાની ફૂલોની….
પાગલ છે…

આજ શ્રેણી માં બીજા ભજન જોવા માટે નીચે ક્લિક કરો

Please click below website link to see collection of Hindi, Urdu, Gujarati Ghazal Lyrics
https://ghazallyrics.com/
નવા ભજન ના લેખિત સંગ્રહ જોવા આજે જ જોડાવો અમારી ચેનલ માં