વીજળીને ચમકારે મોતીડાં | Vijali Ne Chamkare Motida

(રચના : શ્રી ગંગાસતી)

વીજળીને ચમકારે મોતીડાં પરોવો રે પાનબાઇ
નહિતર અચાનક અંધારા થાશે જી;
જોત રે જોતાંમાં દિવસો વહી જશે પાનબાઇ
એકવીસ હજાર છસોને કાળ ખાશે જી…
વીજળીને ચમકારે…

જાણ્યા રે જેવી આ તો અજાણ છે રે વસ્તુ પાનબાઇ
અધૂરિયાને નો કે’વાય જી,
ગુપત રસનો આ ખેલ છે અટપટો,
આંટી મેલો તો સમજાય જી…
વીજળીને ચમકારે…

મન રે મૂકીને તમે આવો રે મેદાનમાં પાનબાઇ
જાણી લીયો જીવ કેરી જાત જી;
સજાતિ વિજાતિની જુગતિ બતાવું ને,
બીબે પાડી દઉં બીજી ભાત જી…
વીજળીને ચમકારે…

પિંડ રે બ્રહ્માંડથી પર છે ગુરુ પાનબાઇ
તેનો રે દેખાડું તમને દેશજી,
ગંગા રે સતી એમ બોલિયાં રે સંતો,
ત્યાં નહિ માયાનો જરીયે લેશ જી…
વીજળીને ચમકારે…

આજ શ્રેણી માં બીજા ભજન જોવા માટે નીચે ક્લિક કરો

Please click below website link to see collection of Hindi, Urdu, Gujarati Ghazal Lyrics
https://ghazallyrics.com/
નવા ભજન ના લેખિત સંગ્રહ જોવા આજે જ જોડાવો અમારી ચેનલ માં