વૈષ્ણવ જન તો તેને કહિયે | Vaishnav Jan To Tene Kahiye

વૈષ્ણવ જન તો તેને કહિયે, જે પીડ પરાયી જાણે રે
પર દુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ના આણે રે..

સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે..
વાચ કાછ મન નિશ્ચલ રાખે ધન ધન જનની તેની રે..

સમદૃષ્ટિ ને તૃષ્ણા ત્યાગી પરસ્ત્રી જેને માત રે..
જિહ્વા થકી અસત્ય ન બોલે પરધન નવ ઝાલે હાથ રે..

મોહ માયા વ્યાપે નહિ જેને દૃઢ વૈરાગ્ય જેના મનમાં રે..
રામ નામ શુ તાળી રે લાગી સકળ તીરથ તેના તનમાં રે..

વણ લોભી ને કપટ રહિત છે કામ ક્રોધ નિવાર્યા રે..
ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળ એકોતેર તાર્યાં રે..

આજ શ્રેણી માં બીજા ભજન જોવા માટે નીચે ક્લિક કરો