(રચના : સ્વ. પ્રભુલાલ દ્વિવેદી)
પારેવડા! જાજે વીરાના દેશમાં…(૨)
આટલું કહેજે સંદેશમાં…(૨)
પારેવડા! જાજે વીરાના દેશમાં…(૨)
વીરો સિધાવ્યો માતૃભૂમિને બારણે,
કોઈ પ્રેમહીણા પ્રદેશમાં,
પારેવડા! જાજે વીરાના દેશમાં…(૨)
કહેજે કે બેનડીએ લીધી છે બાધા,
રહેવું છે બાળા વેશમાં…(૨)
પારેવડા! જાજે વીરાના દેશમાં…(૨)
ભાભી તારાં પુસ્તકોની આરતી ઉતારે,
વેણી નથી બાંધતી કેશમાં…(૨)
પારેવડા! જાજે વીરાના દેશમાં…(૨)
ભારતમાતાનું માન વીર! તેં દીપાવ્યું…(૨)
કહેવું શું ઝાઝું ઉપદેશમાં?…(૨)
પારેવડા! જાજે વીરાના દેશમાં…(૨)

