મારી મેં’દીનો રંગ ઊડી જાય | Mari Mehndi No Rang Udi Jay

મારી મેં’દીનો રંગ ઊડી જાય રે,
સૂરજ! ધીમા તપો, ધીમા તપો…

મારો કંકુનો ચાંદલો ચોળાય રે,
સૂરજ! ધીમા તપો, ધીમા તપો…

મારી વેણી લાખેણી કરમાય રે,
સૂરજ! ધીમા તપો, ધીમા તપો…

મારાં કાજળ નેણેથી ઝરી જાય રે,
સૂરજ! ધીમા તપો, ધીમા તપો…

મારી ચૂડી અણમોલી તરડાય રે,
સૂરજ! ધીમા તપો, ધીમા તપો…

મારે સેંથેથી હીંગળો રોળાય રે,
સૂરજ! ધીમા તપો, ધીમા તપો…

મારી પાની સુંવાળી બળી જાય રે,
સૂરજ! ધીમા તપો, ધીમા તપો…

મારા કેમે ના પંથ પૂરા થાય રે,
સૂરજ! ધીમા તપો, ધીમા તપો…

જેને શોધું તે દૂર સરી જાય રે,
સૂરજ! ધીમા તપો, ધીમા તપો…

આજ શ્રેણી માં બીજા ભજન જોવા માટે નીચે ક્લિક કરો

Please click below website link to see collection of Hindi, Urdu, Gujarati Ghazal Lyrics
https://ghazallyrics.com/
નવા ભજન ના લેખિત સંગ્રહ જોવા આજે જ જોડાવો અમારી ચેનલ માં