જ્યારે પ્રણયની જગમાં | Jyare Pranay Ni Jagma

(રચના : આદિલ મનસુરી)

જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે (૨)
જ્યારે પ્રણયની…

પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેક,
રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે (૨)
ત્યારે પ્રથમ… જ્યારે પ્રણયની…

ઘૂંઘટ ખુલ્યો હશે ને ઊઘડી હશે સવાર,
ઝુલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે (૨)
ત્યારે પ્રથમ… જ્યારે પ્રણયની…

ઊતરી ગયા છે ફૂલના ચહેરા વસંતમાં,
તારા જ રૂપરંગ વિષે વાત થઈ હશે (૨)
ત્યારે પ્રથમ… જ્યારે પ્રણયની…

‘આદિલ’ને તે દિવસથી મળ્યું દર્દ દોસ્તો,
દુનિયાની જે દિવસથી શરૂઆત થઈ હશે (૨)
ત્યારે પ્રથમ… જ્યારે પ્રણયની…

આજ શ્રેણી માં બીજા ભજન જોવા માટે નીચે ક્લિક કરો