કુટુંબના તારણહાર એવા પૂજ્ય પિતાજી,
વંદન કરું હજાર મારા વ્હાલા પિતાજી…
ચારે તિર્થ ને ધામ તારા ચરણે પિતાજી,
વંદન કરું હજાર મારા વ્હાલા પિતાજી…
પ્રાણ દાતા અન્ન દાતા પાલનહાર પિતાજી,
મારા રોમે રોમે ઋણ છે તારું પૂજ્ય પિતાજી,
મારુ નામ થયુ ઉજળું આજ તારા નામથી,
વંદન કરું હજાર…
સુરજ સમા જળ હળતા તુજ મુખાર વિન્દથી,
હિમ્મત અને શક્તિ મળી થયુ માન આપથી,
ખીલી વેલ કુટુંબની તુજ છત્રછાયા થી,
વંદન કરું હજાર…
મને રાહ બતાવ્યો છે મારી આંગળી જાલી,
સુખનુ ચમન દીધું મને દુઃખ દુનિયાના સહી,
ચાલી ગયા છો કેમ મને એક્લો મુકી,
વંદન કરું હજાર…
સંતાનને ભણાવી ને બનાવ્યા તે કાબીલ,
ડોકટર બન્યા તો કોઈ બન્યા ઇન્જીનીયર વકીલ,
આ કાયાના ધડનારાએ દેખાડી રે મંજિલ ,
હું કેમ ભુલાવીશ ઉપકાર એ વડીલ,
હું ધન્ય ધન્ય થાઉ તારી જોઈને તસ્વીર,
વંદન કરું હજાર…