રસિયો રૂપાળો રંગ રેલીયો | Rasiyo Rupalo Rang Reliyo

હો રસિયો રૂપાળો રંગ રેલીયો
ઘેર જાવું ગમતું નથી
રસિયો રૂપાળો રંગ રેલીયો
ઘેર જાવું ગમતું નથી

હે મારા માથે છે યમનાજીની હેલ રે
ઘેર જાવું ગમતું નથી
મારા માથે છે પાણીડાંની હેલ રે
ઘેર જાવું ગમતું નથી
રસિયો રૂપાળો રંગ રેલીયો
ઘેર જાવું ગમતું નથી

હો અમે ગાયું દોહીયા વીના આવ્યા
ઘેર જાવું ગમતું નથી
હે પછી જોજો વાછડાંના ખેલ રે
ઘેર જાવું ગમતું નથી
રસિયો રૂપાળો રંગ રેલીયો
ઘેર જાવું ગમતું નથી

હે અમે છાશુ કર્યા વીના આવ્યા
ઘેર જાવું ગમતું નથી
હે પછી જોજો માખણીયાના ખેલ રે
ઘેર જાવું ગમતું નથી
રસિયો રૂપાળો રંગ રેલીયો
ઘેર જાવું ગમતું નથી

આજ શ્રેણી માં બીજા ભજન જોવા માટે નીચે ક્લિક કરો

Please click below website link to see collection of Hindi, Urdu, Gujarati Ghazal Lyrics
https://ghazallyrics.com/
નવા ભજન ના લેખિત સંગ્રહ જોવા આજે જ જોડાવો અમારી ચેનલ માં